Saturday, 30 May 2015

Aavarda

     આવરદા
અમે તો  ઔંસ થઇ ઉગ્યાં,
કૂણો ખોળો લઈ ઝંપ્યા....

નાજુક આળ પંપાળ લઈ,
સહમી સહમી માંગ લઈ.....

તેજે જરી'ક તગતગ્યાં ,
ઉનેઉના શ્વાસને સહ્યાં........

સહેલાવ્યાં ત્યારે કોઇએ
અમને ભીની સુગંધ થઇ,

રંગોનો પૂરો માંડવો લઇ
જીવનની ફુલછાબ થઈ...

કિરણો સોનેરી અમે વીણ્યાં,
તો સરક્યાં પાનની કોર લગી !

સાકાર રુપનો વાયદો તોડી...
અવધિ આવરદા થઇ નડી......!

No comments:

Post a Comment