અમે તો કાગળ પર
રેલાયા જ સારા !
ધોળા પર કાળા થઇ
ઉકલ્યા જ સારા !
નજર્યુંમાં ઉડ્યા
પંખ પંખ થઇ !
હૈયે વસી ગયા
ડંખ ડંખ થઇ !
શબ્દે રણક્યા
ઘંટ ઘંટ થઇ !
મમતે રહ્યા
તંત તંત થઇ !
અમે તો કાગળ પર
ચિતરાયેલા જ સારા !
વિખરાયેલા સારા
રંગ રંગ થઇ !
વિંઝોળાયેલા સારા
અંગ અંગ થઇ !
ઝબક્યા ભલે કોઈ
મલંગ મલંગ થઇ !
વહેચાયેલા સારા
અનંગ અનંગ થઇ !
અમે તો ઉપસ્યા
જ સારા કાગળ પર
અક્ષર થઈ ! .......
No comments:
Post a Comment