Sunday, 31 May 2015

Sagai pachhi no bhav

      સગાઇ પછીનો ભાવ

આગોતરી અરજી આપું છું વહાલમાં
અમૃત છલકાય જાય તેવા કહેણમાં

વાત વધી એવા કોઈ રૂડા વહેણમાં
જીંદગી વીતશે જરૂર રૂડા પ્રવાહમાં 

ગૂંથાયા છે સંબંધો આપણા પરેમના
જાણે ઉત્તમ સુંવાળા રેસા એ પશ્મેના

સદા સાથમાં રહે એવા છે સહિપણા
પરિણય સુધી પહોચે પૂર સરિતાના 

આ તો વાત નથી એક -બેની અહિયાં
ગૂંથાય રેશમ દોર એક આખા કુટુંબમાં .....

No comments:

Post a Comment