અમને !
કોઈક સ્પંદન એવું ,રફતાર દે જિંદગીને !
સોગાદ બની યાદગાર બનાવે એ પળને !
કોઈ ટહૂકો એવો ,મધ ઝરે કંઠથી કૂણાઈને
ધીમો આવકાર મીઠાશનો કાનમાં પ્રવેશને
કોઈ ફોરમ એવી ,કળાય ભીડમાં ચેતનાને
મહેકે બનીને કસ્તૂરી મનના સહુ આવેગને
કોઈ રંગ એવો ,લાગે નહિ સ્પર્શથી મનને
પણ ચડે એ જરૂર ધરો તમે દિલથી અમને
No comments:
Post a Comment