આવોને અમારે આંગણ દીકરા !
તમે અમારે હૈયે વસ્યા !
અમારાં નયનો હસ્યાં !
દીકરી નામે ગરાસ આપીએ
એવાં તમે અમને કસ્યા !
વાણી મીઠી મધ ઝરે
ને વર્તન સુગંધનો દરિયો
કેમ કરી જતાવીએ અમે
પ્રેમ તમારો કેવો રણક્યો !
કુણેરી કુંપળ જેવી લાડલીને તમે
આપ્યો છે લીલોછમ આશરો !
સંબંધ લોહીના બુંદે બુંદે વણાય
એવો સ્પર્શી ગયો છે પાંસરો !
તમને જોઈએ અમે અમી ભરી ભરી
આશીર્વચન દઈએ છીએ લળી લળી
સાવ સાચા મોતી બને એવી ઘડી મળી
સ્વાતિ નક્ષત્રે જેમ છીપમાં તક ફળી
જીવતરમાં ફાલે પ્રેમની વેલ
સમૃદ્ધિ તાણે સુખની રેલમછેલ
છાંય રહે,વડીલોની રહેમ નજર
પનપતી રહે જોડીને રિદ્ધિ સિદ્ધિ અમર .......
Sunday, 31 May 2015
Aavone kuvarsa
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment