Wednesday, 13 May 2015

Chat prem

              ચેટ -પ્રેમ
સતત ચેટ કરતી નવી પેઢીની આંખમાં ,
વાંચ્યું, કે પ્રેમ આવો હોય દિન રાતમાં !

ન પડીએ છૂટા ,રહીએ અમે સદા ટચમાં ,
કેમ થાય પ્રેમ,મોબાઈલ ની દુનિયા વિના ?

યાદ આવ્યા અઠવાડિયા પત્રોની રાહના ,
દિવસો કેવા વિતતા હતા એની યાદમાં ?

અને જયારે મળીએ જુઓ તો મેચિંગમાં !
એકબીજાને ગમતા એવા આઉટ ફીટમાં ,

કરી છે ક્યાં કોઈ આરઝુ અમે ભૂતકાળમાં ?
પણ વર્તન જુઓ તો રહે સદાય પસંદગીમાં.

બગીચાના બાંકડે અલ્પ ભલે વાતચીતમાં ,
અચાનક ઝબકે શબ્દ એક જ બંનેના મોં માં !

ત્યારે પ્રેમ પ્રગટે ને નીતરે કેવો ક્ષણે ક્ષણમાં ,
કોઈ ડિવાઈસ વિના પણ અમે રહીએ ટચમાં !

No comments:

Post a Comment