મન મોટાવ
ઝરતા ઘાવમાં મને કલમ બોળવા દે
કાયમી શ્યાહીનો ઇન્તઝામ કરવા દે
આંખમાં વસે તારા અગન ઝખારાને
દૂર તારલાનો હવે ઉજાસ માનવા દે
તું કુદરતની કોઈ રચના સંગીન છે
એ વહેમથી મને ખુદને ભરમાવા દે
દીવેલિયું માથું એકદા છાતીએ ખોસી દે
ફરી આપણી વચ્ચે દૂધને ઝરવા દે
વહે છે, ઝરે છે ,પ્રેમે ઓગળે પણ છે
પણ મા ના દિલને કોરાણે સીઝવા દે
No comments:
Post a Comment