ખરેખર મનનાં પોલાણમાં નવરાશે
સંડોવાયેલી યાદો ઝંકારીને કાઢું તો...
એના મોટા ઢગલાં પર મને બેઠેલી જોઉં છું...
ક્યાંક દર્દ કે ખુશી, કાચી સફળતા ને
પાક્કી પછડાટ અને ક્યાંક વિજયનો
આનંદ , તો ક્યાંક પરાજયનો પણ
આનંદ; અને ખૂબ ખુશી પછીનું દુ:ખ...
આછું મારા પર હસી રહેલા જોઉં છું...
પણ....
હું કેમ મને આ બધાથી અલગ અને પર
દેખાઈ રહી છું....
આટલી યાત્રામાં પણ ખુદની ઓળખાણ
તો રહી જ ગઇ!!!!!
અને કદાચ ઓળખી રહીશ ત્યાં ભાડા
ચીઠ્ઠી જ પતી જશે!!!!!
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment