Thursday, 13 July 2017

માનવી નામે મશીન

છે કોચલું, અહીં બધે માંહ્યલો શોધું છું,

ફોફાં ને હીર વિનાના ખોળિયાં ફંફોળું છું.

મૂકી સુવાસ ફૂલમાં એ ક્યાં ગયો શોધું છું

કારીગરી છે તાજી ને હાજરી ખોળું છું.

પાંચીકા ને ગીલ્લી દંડા મેદાનમાં શોધું છું

વાવડ એનાં 'પળિયાં લઈ માળિયા ભરૂં છું'

કુટુંબ સાથે ગરમ રોટલીનું જમણ શોધું છું

પડીકાંના ડૂચા પેટે ઠાલવી દોડે પાટવીને  જોઉં છું

માનવી નામે વાહન ઈંધણ લેતો જોઉં છું

જરૂરિયાતોની માંગમાં ફેરી કરતો જોઉં છું

અમીર થઈ સંબંધોમાં ગરીબ થતો જોઉં છું

માનવી નામે મશીન નિરંતર છાપતો જોઉં છું
         અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment