લાગણીનું ક્યાં ચલણ છે અહીં
શબ્દો મઢેલા ચાલે છે
દેખાદેખીના આ જગતમાં બધે
કળિ વર્ચસ્વે ચાલે છે
માંગણીનું જ તો વલણ છે અહીં
બોલે તો બોર વેચાય છે
દુનિયાદારીની બજારમાં હવે
રૂપિયા રળતા પૂજાય છે
આંકણીનું ક્યાં પ્રમાણ છે અહીં
સગવડે ધરમ ચાલે છે
ઘસાઈને ઊજળા થવા ગયા તો
હસવામાં લોક ટાળે છે
કરણીની ક્યાં આકારણી છે અહીં
સ્વાર્થના રાજ ચાલે છે
સારાઇ બતાવવા જાઓ અહીં
શંકાના વાદળ ઘેરાય છે
No comments:
Post a Comment