Thursday, 13 July 2017

હાઇકુ હારમાળા

ભર બપોરે

તું બોલાવે દિલની

મરજી લઈ

ધોમધખતો

તપે કે અરમાન

સમજાય નૈ

વાયરા ઊના

સંબંધ કૂણાં જો જે

તરડાય નૈ

ચૈતરી હવા

ઊની ઉરેડશે

ઘેલી મનશા

તારા કહેણે

ગળાડૂબ ઊર્મિ એ

આવું ભલે હું

જીવનભર

છલકે એ ભાવ તો

દોડતી આવું
(c) #Archayit
અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment