કેવું સારું?
ગાલમાં લાલી ફૂટે એવું છાને તો કહી દીધું તમે,
લગ્નવેદી સામે લાલી પ્રગટાવો તો કેવું સારું?
સંબંધ રહ્યો આપણો ભીનાશનો વરસાદ તમે,
પાન કમળનું અમે છતાં ભીંજાઈએ તો કેવું સારૂં?
મોહ્યાં અમને સંધ્યાના સોનેરી રંગ ઓઢી તમે,
ક્ષિતિજેથી રાત કાયમી વિદાય લે તો કેવું સારૂં?
નાવ આપી છે ફાંકડી દરિયામાં ઝૂકાવવા તમે,
રેત દરિયામાં ય અમે વહી જઇએ તો કેવું સારૂં?
મિલનની આશમાં ભ્રમર થઈ, આવી ગયા
તમે,
કમળ થઈ આજીવન કેદ કરીએ તો કેવું સારૂં?
નામ તો લખી નાખ્યું છે, અમારા પર તમારું
ને હવે ગઝલ ઉઠે એને ઈર્શાદ કહો તો કેવું સારૂં?
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment