Thursday, 13 July 2017

તે vs તેણી

તે vs તેણી

શબ્દ એક બોલ્યા વગર એ સંભાળ પૂરી મનમાં રાખે છે,
હર મદદ સાથે ટોકે વાતે વાતે પણ દ્વેષ ન મનમાં રાખે છે,
વાત કરે સીધી સટ ને પરિણામ શ્રેય સાથે
જલ્દી માગે છે,
લાગે જાણે ગૂંચવાયેલી છે પણ ખબર હર વાતની રાખે છે,
તૈયાર થવામાં ઝાઝી ન કરી ચૂંથાચૂંથ બે રંગ વિરોધી પે'રે છે,
મેચીંગની માથાકૂટ એવી કે શેડ એને ક્યાં કોઈ મળે છે?
ખરીદીમાં પાંસરા એ એક આંટામાં કામ પૂરા પતાવે છે,
એમને ઝીણી વાતે પડે વાંકુ બીજા સેલની રાહ જુએ છે!
પાંચ દિવસના પ્રવાસે એક પાટલૂનથી કામ  ચલાવે છે,
પાંચ દા'ડા ફરવામાં એ પંદર ડ્રેસનો કાફલો લઈ ચાલે છે!
લાગે કડક અને કઠોર વર્તન પણ દિલડું કૂણું એ રાખે છે,
રોજ વાતે વાતે રડી પડે પણ હૈયે હામ જોરદાર રાખે છે!
સજ્જ છે, ચતુર છે, રસિક બનીને નારીનું મન મોહે છે,
ભદ્રા છે, ધર્મિષ્ઠા છે, રમ્યા બનીને નરનું ચિત્ત ચોરે છે!
પુરુષ કહે અમે બટેટા જેવા સરળ બધે એકરસ થઇએ છીએ,
કારેલા સાથે કરે પુરુષ સરખામણી એની પણ ગુણકારી લાગે છે!

No comments:

Post a Comment