ઝરમરતી વાછંટ રૂડી
એથી રૂડી મોસમ
એથી રૂડો સાજન મને ભીંજવે હરદમ
નારી થઈ રહુ ઋજુ,
કુમળી જાત ભલે કહેવાઉ
પિયુ કહે તારા નયનના
શાસનને વારી વારી જાઉ
... ઝરમરતી વાછંટ...
મીઠો કટાક્ષ ઝેલે સજન
ખુદ રતિ સ્વરૂપે ભાળે
આમન્યાનો રાખતી ઘુંઘટ
આવી ઉત્કટ પણ શું લાગે?
..... ઝરમરતી વાછંટ....
ભીંજાય તો છું રમ્યા કર્મે શક્તિ
નારી બની વિધ રીતે નીખરતી
મનની ઠંડક પોષુ સુલભા
પરિવારનું હર શ્રેય સાધતી
..... ઝરમરતી વાછંટ.....
વરસાદ ભીંજવે ઘડીક મોસમે
નારી પ્રેમે હું હર મોસમ ભીંજવતી
સ્નેહની સરવાણી વિના દુનિયા
કહો ને કેવી રૂખી રૂખી લાગતી!
.... ઝરમરતી વાછંટ...
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment