યાદ તારી ફૂલ થઈ
ખીલી જાય જ્યારે આસપાસ મારી
મહેક એ મદ ભરી
ખીલવે મારી ફીતરત હું નારી
રમ્યા ચાહે હેતાળ એ
સ્પર્શ આપે હૂંફ જીવનભરની
હર પડાવે સાથથી
જિંદગી કરે ખુશનુમા મોસમી
પૌરુષી મિજાજ લઇ
બને ઢાલ મારી ખુશીની હર ઘડી
પ્રકૃતિમાં જો પનપે
શુદ્ધ પ્રેમ તો મદદ મળે નૈસર્ગી
No comments:
Post a Comment