Thursday, 13 July 2017

વાદળ નું પાણી

વાદળ લઈ જાતું'તું પાંખોમાં પાણી
ભીંજવવી'તી એને શ્યામ કોઈ સખી
લથબથ પાણીને થઈ ચાલ મસ્તાની
હસે ગડગડાટે સુંદર લાગશે સખી!

વાયરા નો ધક્કો ને એની ધીંગામસ્તી
અડફેટે લે એ વાદળની પાંખો વળી!
ટોકે વાદળ,કવેળા તું છલકાવીશ નહીં!
વાયરો તો વાયડો ને કમ અક્કલ જરી..

વાગ્યો ધક્કો અંતે પાણી ગયું છલ્કાઈ
તિખારા વિજળીના થયા થઈ લડાઈ
વાયરો ભાગ્યો વાદળથી દૂર દૂમ દબાવી
છૂટે મોં એ રડ્યો મેઘ પાણી ગયું ઢોળાઈ

શ્યામા સખી રહેશે હજૂ વાટ જોતી
પાણી ભરવા જાવું વાદળને ફરીથી
વાયરો વાયડો બાજ ન આવે ધક્કાથી
વાદળ પ્રિયા પ્રીતિથી જલ સીંચે ફરીથી
              ©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment