Thursday, 13 July 2017

હું :પોતે એક છલના

વિલાઈ ગયા પછી, હું  પુષ્પ ક્યાં છું?
     વિખરાઈ ગયા પછી, હું મહેક ક્યાં છું?                         
મારાપણામાં પણ, હું શાશ્વત ક્યાં  છું?  
વાતે વાતે હું,કોઈ બદલાતો પ્રતિભાવ છું!                                  
આજ વહેતું જળ, કાલે ખાબોચિયું  છું !
આજે મેઘધનુષ, કાલે વીખરાયેલા રંગ છું!                          
આજે હું નું ગૂમાન,કાલે તું ની આળ છું!                           
આજનું ગૂંજન ભલે,કાલે ઘેરો ઘોંઘાટ છું !                          
મારું મારુ કરીને જીવ્યા,ને ખુદ વેચાણ છું!
જીવવામાં જો છે શ્ચાસ,તો જીવ્યા નું પ્રમાણ છું!  
હું છું એક ઉર્જા, અનેક કિરદારની ભજવણી  છું                    
ને હું ભલે અચળ,સ્વરૂપથી બેલગામ શ્ચસન છું!

અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment