Thursday, 13 July 2017

માંગુ છું

અનુભવું છું એ વિચારૂં છું
     એટલે અંદર અંદર શોષાઉં છું.
દુનિયાની વાંકી ચૂકી કેડીએ
      લાગણીથી બેપગ ઢસડાઉં છું.

બદનામીને બેગુનાહ ગણું છું
          પણ એના ઈલ્ઝામે ખરડાઉં છું
ઉડતી વાતોને કેમ કહું હવે હું
           દિલો દિમાગ પાક રાખું છું

ફકીરીનું તેજ હરદમ માણું છું
         ફીકર ની ધૂળ હવામાં ઉડાડું છું
ખુદા પાસે હવે બેદિલી વાચ્છું
         એની જેમ અંતર્ધાન થવા માંગુ છું

લાગણીની પાંખોમાં અટવાયો છું
         બેડી  નવતર રૂપે પામ્યો છું
રમતની આ દુનિયામાં કેદ થયો છું
         આકાશ સાથે પાંખો માંગુ છું
                  અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment